ગુજરાતી અને ગાંઠિયા


ગુજરાતી અને ગાંઠિયા .......


ગુજરાતી અને ગાંઠિયા ની

 પરસ્પર જામી સગાઈ છે

ફાફડા લોચો ખમણ ઢોકલા

  કારોબાર માં કમાઈ છે!


ખાવાના શૌકિન ગુજ્જુઓ

  ખાએ  વેસણ ના  ગોટા

આખા ભારતનુ માત્ર રાજ્ય 

    જડે ન એમના જોટા!


    આપ્યા નેતા મોટા મોટા

  ‌  મોદી પટેલ ગાંધી જેવા 

   દેશ ભક્તિ માં છે મોખરે

   ગુજ્જુ નથી જેવા તેવા!!


 વ્યાપાર માં અવ્વલ  એવા

 જુઓ અંબાની અદાની ને

 હીરા પારખી દેશ વિદેશમાં 

    ગયા ઘોડા પલાણી ને


   સ્વરચિત:અશોક દોશી

સિકંદરાબાદ

૭૩૩૧૧૦૯૨૫૮

इस पर लोग क्या कह रहे हैं